"સ્ટેચ્યુ ઓફ યુનિટી" પ્રતિમાના લોકાર્પણ સમારોહના સુચારૂ આયોજન માટે નર્મદા જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
Live TV
-
તા.31 મી ઓક્ટોબર 2018 ના રોજ સરદાર જન્મજયંતિ દિને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની "સ્ટેચ્યુ ઓફ યુનિટી" પ્રતિમાના લોકાર્પણ સમારોહના સુચારૂ આયોજન અર્થે નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ અંગે ઝીણામાં ઝીણી બાબતોને લક્ષમાં લઇને કામગીરી સુપેરે પાર પાડવા અનુરોધ કરાયો હતો. સાથે જ વડાપ્રધાનની એસપીજી ટીમ સાથે પણ સંબંધિત અધિકારીઓને પૂરતું સંકલન સાધવાની પણ ખાસ સૂચના આપી હતી. આ કામગીરીમાં કાયદો-વ્યવસ્થા જાળવણી સ્ટેજ મેનેજમેન્ટ મંડપ-હેલીપેડ લાઇટ-સાઉન્ડ વ્યવસ્થા આરોગ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પાર્કિંગ ટ્રાફિક વાહન વ્યવહાર પાણી સાફ-સફાઇ વિજ પુરવઠા પાસ વિતરણ સિવાય અનેક કામગીરીનો સમાવેશ થાય છે.
