Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ

Live TV

X
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 26 એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે ગઈકાલે, 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. આ છેલ્લા દિવસે રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા હવે પક્ષો વચ્ચેના ખરાખરીના જંગનું ચિત્ર સાફ થઈ ગયું છે.

    ક્યાં કેટલા ફોર્મ પરત ખેંચાયા? (આંકડાકીય વિગત)

    તે મુજબ રાજ્યની વિવિધ પાંખોમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના નામ પરત લીધા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં 129 ફોર્મ પાછા ખેંચાયા છે તો 84 નગરપાલિકાઓમાંથી 418 ફોર્મ પાછા ખેંચાયા છે. તો સૌથી વધુ ફોર્મ 261 તાલુકા પંચાયતમાં 775 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે.  અને 34 જિલ્લા પંચાયતોમાં 237 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે.

    તાલુકા પંચાયતમાં સૌથી વધુ 'ડ્રોપ આઉટ'

    મળતી માહિતી મુજબ, સૌથી વધુ ઉત્સાહ અને ત્યારબાદ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. રાજ્યની 261 તાલુકા પંચાયતોમાં કુલ 775 ઉમેદવારોએ પોતાના નામ પરત લીધા છે. જે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે પક્ષો દ્વારા આંતરિક સમજાવટ અને વ્યૂહરચનાના ભાગરૂપે મોટા પાયે ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે.

    હવે સીધો જંગ

    ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી 26 એપ્રિલે યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મોટાભાગની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે, જ્યારે કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 15 મેના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થશે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply