હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં રહેશે બેવડી ઋતુ
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં રહેશે બેવડી ઋતુ
રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બેવડી ઋતુ રહેશે. વહેલા સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે લોકોને ગરમીનો અહેસાસ થશે. ત્યારે આગામી સાત દિવસ અમદાવાદમાં 7 દિવસ સૂકું વાતવરણ રહેવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં તાપમાનમાં પણ આગામી 5 દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ઉત્તર પૂર્વીય પવનો ફુંકાતા તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યની અલગ અલગ 100 થી વધુ જગ્યાએ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
