હોસ્પિટલ, ડૉક્ટરને પડતી મુશ્કેલીઓ અંગે વર્કશોપ
Live TV
-
વિશ્વની સુપ્રસિદ્ધ નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ અને યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે એમપીયુએચ ખાતે યુરો ફાઇનાન્સ કોન બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. હોસ્પિટલો તેમજ ડોક્ટરોને પડતી નાણાકીય મુશ્કેલીઓ તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંગે આ વર્કશોપ યોજાયો હતો. જેમાં સમગ્ર ભારતભરમાંથી તથા વિદેશમાંથી લગભગ ૨૦૦થી વધુ ડોક્ટર હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં આયુષ્માન ભારત યોજના ગરીબ, મધ્યમ વર્ગ અને જરૂરીયાત મંદને કઈ રીતે લાભદાયી છે, તે અંગે સરકારી દ્રષ્ટિકોણ સમજાવી આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
