૧૫મી ડિસે.થી ૧૫મી જાન્યુ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાશે
Live TV
-
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી સરદાર પટેલ રીંગ રોડ પર ભાડજ-ઓગણજ સર્કલ વચ્ચે ૬૦૦ એકર જમીન પર તૈયાર કરવામાં આવી રહેલા પ્રમુખસ્વામીનગર ખાતે કરવામાં આવશે.... જેમાં દિલ્હી અક્ષરઘામ, ભવ્ય પ્રવેશ દ્વાર વિવિધ પ્રદર્શનો, સમાજીક જાગૃતતાને લગતી થીમ સહિતના અનેક આકર્ષણો હશે. ૧૫મી ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનારા મહોત્સવમાં 50 લાખથીવધારે મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.
ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૬૦૦ એકર જમીન પર આ પ્રકારનું ઐતિહાસિક આયોજન થવા જઇ રહ્યું છે. જે અંગે માહિતી આપતા બીએપીએસના અક્ષરવત્સલસ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે આ નગરમાં મહોત્સવ થકી લાખો લોકોને નૈતિક અને આધ્યાતમિક મૂલ્યો દ્વારા લોકોને વ્યસન મુક્ત કરવા, જીવન ઘડતર, પારિવારીક શાંતિ અને રાષ્ટ્ર સેવા જેવી અનેક બાબતો પર લાખો લોકોને વાકેફ કરવાનો છે.
