Skip to main content
Settings Settings for Dark

‘ગ્રામ સ્વરાજ અભિયાન ઉજવણી’ અંતર્ગત લોધિકાના પારડીમાં ઉજવણી સંપન્ન

Live TV

X
  • જબલપુરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ થયું

    ‘ગ્રામ સ્વરાજ અભિયાન ઉજવણી’ અંતર્ગત રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી લોધિકા તાલુકાના પારડી ગામે કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરદર્શનના માધ્યમથી જબલપુરથી જીવંત સંબોધન પારડીની પ્રાથમિક શાળામાં કરાયુ હતું. પ્રધાનમંત્રીએ દેશની તમામ પંચાયતોને તથા તેના હોદેદારોને પંચાયતી રાજ દિનની શુભેચ્છા પાઠવી હતી. તથા જનપ્રત્તિનીધીઓ જનતાની સુખાકારી માટે છે. તેથી પાંચ વર્ષના કાર્યકાળમાં ગામના વિકાસ કામો શ્રેષ્ઠ રીતે કરવા જોઇએ. લોકોના આરોગ્યના સુખાકારી માટે પારડીની પ્રાથમિક શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પારડી અને એનસીડી સેલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન પરમારે કર્યુ હતું. આ કેમ્પનો ૭૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં રાજકોટના ડો. ઝલક મારતરિયા સહિતની તબીબી ટીમે દર્દીઓનું નિદાન કર્યુ હતું.
    આ પ્રસંગે ઉપસરપંચ અજયભાઇ પરમાર, અગ્રણી નિલેશભાઇ પટેલ, તલાટી બી.ડી. જાડેજા, ભરત પટેલ, શૈલેષ પટેલ, જીનલ પટેલ, પીએચસી સ્ટાફ આર.પી.બારસિયા, એસ.સી. સોલંકી, શિક્ષકો, આંગણવાડીઓની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply