21 મે - આતંકવાદ વિરોધી દિન નિમિતે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓએ કર્યા શપથ ગ્રહણ
Live TV
-
21 મે ના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન ચાર્જ કલેકટર અને ડીડીઓ મેહુલ દવે,જિલ્લા આર.એ.સી. બી. એસ. પટેલ, મહુધાનાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓએ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યાં હતા
આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામાજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.
