Skip to main content
Settings Settings for Dark

2.5 ફૂટની મૂછોએ મતદારોમાં જમાવ્યું આકર્ષણ

Live TV

X
  • સાબરકાંઠા બેઠકથી અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી 2.5 ફૂટ મૂછો સાથે ચૂંટણીના જંગમાં ઉતર્યા

    સાબરકાંઠા લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવારની 2.5 ફૂટની મૂછોએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું છે. મોડાસા પહોંચેલા અપક્ષના ઉમેદવાર મગનભાઈ સોલંકી હાલ તેમની મૂંછોને કારણે ચર્ચામાં આવ્યા છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે 10 રાજકીય પાર્ટીના ચિહ્ન નીચે સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે જંગમાં ઝંપલાવનાર નિવૃત્ત નાયબ સુબેદાર મગનભાઈ સોલંકીની 2.5 ફૂટ લાંબી મૂછો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મતદારો તેમને જોઈને કહે છે, મૂછે હો તો મગનલાલ જૈસી. મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી કારગીલ યુદ્ધ લડી ચૂક્યા છે. શ્રીલંકામાં પણ ફરજ બજાવવાની સાથે તેમને ફરજ દરમિયાન 6 મેડલ મળી ચુક્યા છે. ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અપક્ષ તરીકે ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply