26 જિલ્લામાં 31 જેટલી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા
રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના 26 જિલ્લાઓમાં 31 જેટલી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવી ડેડિકેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.
