31મી ઓક્ટોબરના રોજ સ્ટેટ્યુ ઓફ યુનિટીની પ્રતિમાનું અનાવરણ થશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર જઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપ્યુ આમંત્રણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મી ઓકટોબરે , સરદાર પટેલની 143 મી જન્મ જયંતિએ , સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું અનાવરણ કરશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ભવ્ય લોકાર્પણની , તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને , ગુજરાત સરકારનાં મંત્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રની મુલાકાત લઈને ,, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને રૂબરૂ મળી , લોકાર્પણ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું
