Skip to main content
Settings Settings for Dark

31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા

Live TV

X
  • ગુજકેટની પરીક્ષા માટે કુલ એક લાખ 25 હજાર સાતસો એક્યાશી વિદ્યાર્થીઓ નોંધાયા છે

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ તા.31 માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2020 લેવામાં આવશે. જેના સમયપત્રક મુજબ 31 માર્ચે સવારે 10-00 વાગ્યાથી 12-00 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનના વિષયો રહેશે. જીવ વિજ્ઞાનનો સમય બપોરે 1-00 વાગ્યાથી 2-00 વાગ્યા સુધીનો રહેશે અને ગણિત વિષયની પરીક્ષાનો સમય બપોરે 3-00 વાગ્યાથી 4-00 વાગ્યાનો રહેશે. ગુજકેટ માટે ગૃપ-એમાં 49 હજાર 888 વિદ્યાર્થીઓ અને ગૃપ-બીમાં 75 હજાર 519 વિદ્યાર્થીઓ તેમજ એ-બી ગૃપ માટે 374 વિદ્યાર્થીઓ મળીને કુલ એક લાખ 25 હજાર સાતસો એક્યાશી વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઉમેદવારોએ પરીક્ષા આપવા હોલ ટિકિટ સમય મુજબ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકશે.. ગુજકેટની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply