370 કલમ હટાવ્યાના નિર્ણય બાદ ગૃહમંત્રી પહેલીવાર ગુજરાતના પ્રવાસે
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370માં ફેરફાર કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે રાત્રે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
જ્યાં ગુજરાત ભાજપા દ્વારા તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું હતું, પરંતુ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધનના શોકને લઈ હવે અમિત શાહનું સાદગીપૂર્ણ સ્વાગત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમિત શાહ ગુરૂવારે સવારે અમદાવાદ સાયન્સ સીટી રોડ ખાતે મિલેનિયમ ટ્રી કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વની સૌપ્રથમ બેટરી સંચાલીત સિટીબસ સેવાનું લોકાર્પણ કરશે, ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ ગાંધીનગર ખાતે ભારત સરકારના દિશા કાર્યક્રમની કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જ્યારે સાંજે પાંચ કલાકે પીડીપીયુના 7મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
