Skip to main content
Settings Settings for Dark

45 કરોડના ખર્ચે અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટમ ઉભી કરવાની મંજૂરી

Live TV

X
  • પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ ખર્ચ માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ બજેટમાં કરવાનો પણ નિર્ણય કર્યો

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1600 કિલોમીટર લાંબે સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં વાવાઝોડાની આગોતરી ચેતવણી લોકોને મળી રહે તે માટે રૂપિયા 45 કરોડના ખર્ચે અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટમ ઉભી કરવાની મંજૂરી આપી છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્યમાં વાવાઝોડાના ખતરાના નિવારણ માટે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વર્લ્ડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આ સિસ્ટમ ઉભી કરવામાં આવશે.વિજય રૂપાણીએ આ સિસ્ટમ શરૂ થયા પછી પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ ખર્ચ માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ બજેટમાં કરવાનો પણ નિર્ણય કર્યો છે.દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વાવાઝોડા તેમજ અન્ય પાણીજન્ય કુદરતી આપત્તિઓની શક્યતા પણ ઘણી રહે છે.હવામાન વિભાગ દ્વારા અપાતી વાવાઝોડાની ચેતવણીને પૂર્ણ ગંભીરતાથી લઈ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સમગ્ર તંત્ર સચોટ રીતે સતત સજ્જ રહે છે અને શક્ય હોય તેટલું ઓછું અથવા નહિવત્ થાય તે મુજબની કાર્યવાહીથી રાજ્ય સરકાર આપદા પ્રબંધન કરે છે. આ નવિન સિસ્ટમ તેમાં પૂરક બનશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply