CISF ના 50 મા સ્થાપના દિવસની અમદાવાદમાં ઉજવણી
Live TV
-
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ - CISF ના 50 મા સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.
અમદાવાદમાં ચાંદખેડા સ્થિત ONGC યુનિટ ખાતે પણ, ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેબાસીસ બાસુ તથા CISFના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે, આ નિમિત્તે આયોજીત પરેડ સમારંભમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેબાસીસ બાસુએ CISFના જવાનો સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં જે પ્રકારે ફરજ બજાવે છે, તેની પ્રશંસા કરી હતી. CISFના જવાનોએ પરેડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
