Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ રાજકોટ મનપા દ્વારા તૈયાર કરાયેલા 68.88 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટનું કર્યું ઇ લોકાર્પણ

Live TV

X
  • રાજકોટને ફાસ્ટ ગ્રોઇંગ શહેરોની કેટેગરીમાં નામ મેળવવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

    રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ જુદા જુદા 68.88 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટનું ઇ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના દૂધ સાગર રોડ પર રૂપિયા 3.25 કરોડના ખર્ચે નવો હાઇલેવલ બ્રીજ, શહેરના હિંગળાજ નગરમાં રૂપિયા 15 કરોડના 145 આવાસો અને 8 દુકાનો નું લોકાર્પણ કરાયું હતું.

    આ ઉપરાંત આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમા રૂપિયા 8.83 કરોડના ખર્ચે 47 એકર જગ્યામાં અર્બન ફોરેસ્ટ બનવવાનો પ્રોજેકટ , સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ITMS પ્રોજેકટ હેઠળ રૂપિયા 2.78 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા માર્ગો પર 40 સ્માર્ટ બસ સ્ટોપ , અમૃત યોજના અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાના મવડી વિસ્તાર માં જેટકો ચોકડી પાસે 50 MLD ક્ષમતા નો ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ પ્રકારનો આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના પ્રોજેકટ નું મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરની જનતા ને જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વિકાસ થઇ રહ્યો છે સમગ્ર રાજ્ય અને દેશમાં શહેર એક રોલ મોડેલ તરીકે વિકસીત થઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply