CM રૂપાણીએ વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ સેશનને ખૂલ્લું મૂક્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિદ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ, નવી દિલ્હી આયોજિત નવમા ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકતંત્રના ચાર સ્તંભમાં મિડીયાની ભૂમિકા મહત્વની છે ત્યારે તેણે પક્ષકાર ન બનતાં જનતા જનાર્દનનો અવાજ-મત નીરક્ષીર વિવેકથી સાચી રીતે રજૂ કરવાનું દાયિત્વ નિભાવવું જોઇએ. આ અવસરે મુખ્યમંત્રીએ પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારો અને વ્યક્તિ વિશેષોને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના ૪૦૦ પત્રકારો ભાગ લઇ રહયાં છે. આ અવસરે વડતાલ મંદિર દ્વારા સુરત અગ્નિકાંડના મૃતકોને સહાયરૂપ થવા રૂપિયા સાડા પાંચ લાખનો ચેક સંતોએ મુખ્યમંત્રીને ''મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ''માં અર્પણ કર્યો હતો.
