CM વિજય રૂપાણીએ કર્યુ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં વિવિધ સ્થળોએ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ વિધી સાથે યુવા રોજગારી અને ખાદી અંગે જનઉપયોગી જાહેરાતો કરી હતી.
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જે.ડી. નાગરવાલા પોલીસ સ્ટેડીયમ ખાતે લગભગ 8,500 જેટલા યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્ર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું, કે આવનારા સમયમાં ગુજરાત સરકાર કાયદો બનાવવા જઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં સ્થપાનારા ઔદ્યોગિક એકમોએ 80 ટકા ગુજરાતી લોકોને નોકરી આપવી પડશે.
