IND vs AUS: વર્લ્ડ કપ ફાઈનલ મેચને ધ્યાને રાખી રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે
Live TV
-
AMTS દ્વારા કુલ 119 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને ધ્યાને રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના સમયમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે. AMTS દ્વારા કુલ 119 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTSની 69 બસ દિવસ દરમિયાન અને 50 બસોની રાત્રિના 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતી BRTSની બસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વધુ 46 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક VIP વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા માટે હાજર રહેશે. અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 IG-DIG, 23 DCP , 39 ACP , 92 PI, 200 જેટલા PSI સહિત કુલ 6 હજાર પોલીસકર્મી ફરજ પર તૈનાત રહેશે. સ્ટેડિયમની અંદર 3 હજારથી વધુ RAF જવાનો તૈનાત હશે. ઉપરાંત ડ્રોન, NDRF , ચેતક કમાન્ડો પણ તૈનાત રહેશે. ટીકિટના કાળાબજાર કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મેચ બાદ રોડ શો યોજાય તો તેને માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર માત્ર દવાઓ, મોબાઈલ, પર્સ અને ફ્લેગ જ લઈ જઈ શકાશે.
