NULM અંતર્ગત ઘરવિહોણા લોકો માટે શેલ્ટર હાઉસનું લોકાપર્ણ કરાયું
Live TV
-
નડિયાદ ખાતે બનેલા આ આશ્રય સ્થાનમાં પુરુષો તથા સ્ત્રીઓને રહેવા તેમજ રાત્રી રોકાણ કરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઉસમાં 22 પુરુષો અને 16 સ્ત્રીઓ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડા જિલ્લા નડિયાદ ખાતે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 47 લાખના ખર્ચે ઘરવિહોણા લોકો માટે આશ્રય સ્થાન એટલે કે શેલ્ટર હાઉસનું લોકાપર્ણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. નડિયાદ ખાતે બનેલા આ આશ્રય સ્થાનમાં, પુરુષો તથા સ્ત્રીઓને રહેવા તેમજ રાત્રી રોકાણ કરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઉસમાં 22 પુરુષો અને 16 સ્ત્રીઓ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બહારગામથી આવતા મુસાફરો પણ આ આશ્રય સ્થાનનો લાભ મેળવી શકે છે. આ પ્રસંગે, શહેરમાં કચરો વીણીને ગુજરાન ચલાવતા વ્યક્તિઓની પાલિકા દ્વારા નોંધણી કરી, તેમને આઈ કાર્ડ આપવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત બે વ્યક્તિઓને આજીવિકા માટે રીક્ષા માટે જરૂરી આર્થિક સહાય રૂપે લોન પેપર આપવામાં આવ્યા હતા.
