Skip to main content
Settings Settings for Dark

PMએ શ્રમયોગી માનધન યોજનાનો કરાવ્યો પ્રારંભ, કામદારોને મળશે પેન્શન 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવી હતી. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી પીએમ શ્રમયોગી માનધન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીમોટ કંન્ટ્રોલથી પ્રારંભ કરાવ્યો હતો.

    આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે શ્રમિકોને પ્રધાનમંત્રી પેન્શન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજનાની શરૂઆતમાં ગુજરાતના બે લાખ 38 હજાર જેટલા શ્રમિકો નોંધાય ચુક્યા છે. જે સમગ્ર ભારતમાં અગ્રેસર છે. આજની સ્થિતિએ કુલ 14 લાખ 50 હજાર શ્રમિકોએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે.

    સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા આ યોજનાની જાહેરાત 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. શ્રમયોગી માનધન યોજનામાં તમામ લોકો જોડાઇ શકે છે. જેમની આવક 15 હજાર પ્રતિમાસ કે તેનાથી ઓછી છે તેવા 18થી 40 વર્ષની ઉંમરના યોગ્ય વ્યક્તિઓ આ યોજનામાં જોડાઇ શકે છે. જે માટે તેમણે નોંધણી કરાવવાની રહેશે. આ યોજના હેઠળ સામેલ લોકોને 60 વર્ષની ઉમર બાદ 3 હજાર પ્રતિમાસ પેન્શન પ્રાપ્ત થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply