અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અશરફ ગનીની જીત, તાલિબાનો વિરુદ્ધમાં
Live TV
-
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નવા પરિણામો આવી ગયા છે. ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામોની ઘોષણા એવા સમયે થઈ છે, જ્યારે તાલિબાનો સાથે શાંતિ સમાધાન માટે ચર્ચાઓ થઈ રહી છે.
અફઘાનિસ્તાનના ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે, અશરફ ગનીને 50.64% મત મળ્યા છે અને તેમના પ્રતિદ્વંદી અબ્દુલ્લાને 39.52% મત મળ્યા છે. અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. વર્ષ 2001માં અમેરિકી દળોએ તાલિબાનોને સત્તા પરથી ખદેડી દીધા હતા. તેના બાદ ચોથી વખત ચૂંટણી કરાવવામાં આવી હતી.
બીજી તરફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ દેશના તાજા ચૂંટણીના પરિણામોને સ્વીકારવાથી ઈનકાર કરી દીધો છે અને પોતાની જાતને વિજેતા જાહેર કરી દીધા છે. બીજી તરફ તાલિબાનોએ પણ અશરફ ગનીની જીતને ખારિજ કરી દીધી છે અને અમેરિકાની શાંતિ યોજના પર પ્રશ્નો ઉભા કર્યાં છે.
