Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાન કાબુલ સૈન્ય હોસ્પિટલમાં બંદુકધારીઓ દ્વારા કરેલા હુમલામાં 25 લોકો માર્યા ગયા

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં કાબુલ ખાતેની સૈન્ય હોસ્પિટલમાં વિસ્ફોટો બાદ બંદુકધારીઓએ કરેલા હુમલામાં રપ લોકો માર્યા ગયા છે. જયારે પ૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાન પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે સેન્ય હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર વિસ્ફોટ કરાયો હતો. વિસ્ફોટો બાદ તુરંત જ બંદુકધારીઓના દળે હુમલો કર્યો. સુરક્ષા દળોએ બંદુકધારી દળને હોસ્પિટલની અંદર ઘુસવા દીધા ન હતા અને તમામ હુમલાખોરને ઠાર મરાયા હતા. અત્યાર સુધી કોઇપણ જુથે હુમલાની જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં સંયુકત રાષ્ટ્ર મિશન સહિત અનેક દેશોએ આ હુમલાની નિંદા કરી છે. એક ટ્વીટમાં મિશને કહયું કે આરોગ્યકર્મી અને સારવાર કરાવી રહેલા નાગરીકો પર હુમલો માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ઉલ્લંધન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply