ગ્લાસગોમાં આયોજિત COP26 સંમેલન અંતર્ગત પી.એમ નરેન્દ્ર મોદીએ પી.એમ બ્રિટનના બોરિસ જ્હોન્સન સાથે કરી મુલાકાત
Live TV
-
ગ્લાસગોમાં આયોજિત COP26 સંમેલન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બોરિસ જ્હોન્સનને સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંધિમાં સામેલ દેશોના 26માં શિખર સંમેલનના સફળ આયોજન બદલ શુભકામના પાઠવી હતી.પ્રધાનમંત્રીએ કસ્ટમાઇઝેશન માટેની વૈશ્વિક કાર્યવાહીમાં બોરિસ જ્હોન્સનના નેતૃત્વની સરાહના કરી હતી.પ્રધાનમંત્રીએ ક્લાઈમેટ ફંડિંગ ટેકનોલોજી, ઈનોવેશન અને ગ્રીન હાઈડ્રોજન ઓપ્ટિમાઇઝેશન તથા સ્વચ્છ રિન્યુએબલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બ્રિટન સાથે મળીને કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યુ હતું.બેઠક દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રીઓએ વર્ષ 2030ની કાર્ય યોજનાઓની સમીક્ષા કરી હતી.આ યોજનાઓમાં ખાસ કરીને વેપાર,અર્થવ્યવસ્થા,સ્વાસ્થ્ય અને લોકો વચ્ચે સંપર્ક વધારવા તથા રક્ષા અને સુરક્ષા જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બંને નેતાઓએ અફઘાનિસ્તાન આંતકવાદ સામે લડવા માટે ઇન્ડો પેસિફિક સપ્લાય ચેઇને સ્થિત સ્થાપક બનાવવી તેમજ કોવિડ મહામારી પછી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધારો થાય તે માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પડકારો પર પણ વિચારવિમર્શ કર્યો હતો.
