PM નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં COP26 સંમેલનમાં જળવાયુ પરિવર્તન પર પંચામૃત પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં COP26 સંમેલનમાં ભાગ લીધો હતો.તેમણે પોતાના ભાષણ દરમિયાન ભારતનું વલણ દુનિયા સામે રજૂ કરતા જળવાયુ પરિવર્તન પર પંચામૃત પ્લાન રજૂ કર્યો હતો.જેના પ્રથમ પ્લાન વિશે વાત કરીએ તો ભારત પોતાની અસ્થિર ઉર્જાની ક્ષમતાને 500 ગીગાવોટ સુધી લાવશે. બીજુ 2030 સુધી ભારત પોતાની ઉર્જા આવશ્યકતાને 50 ટકા રિન્યુએબલ ઉર્જાના માધ્યમથી પૂર્ણ કરશે.ત્રીજુ ભારત હવેથી 2030 સુધી શુદ્ધ અનુમાનિત કાર્બન ઉત્સર્જનમાં એક બિલિયન ટનનો કાપ કરશે.ચોથા પ્લાન વિશે તેઓએ જણાવ્યુ હતું કે, 2030 સુધી ભારત પોતાની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતાને 45 ટકાથી વધુ ઘટાડશે. જ્યારે પાંચમા પ્લાન અંગે જણાવ્યુ કે 2070 સુધી ભારત નેટ ઝીરોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે.આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વન વર્લ્ડ મૂવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે જણાવ્યુ કે વન વર્લ્ડ એક શબ્દ ક્લાઇમેટના સંદર્ભમાં એક વિશ્વનો મૂળ આધાર બની શકે છે. આ ઉપરાંત તેમણે વિકાસશીલ દેશોના પણ વખાણ કર્યા હતા.
