રોમમાં રાષ્ટ્રીય જીડીપીના 80 ટકા ભાગીદારીવાળા દેશોનું 16મું શિખર સંમેલન સંપન્ન થયુ
Live TV
-
રાષ્ટ્રીય જીડીપીના 80 ટકા ભાગીદારી વાળા દેશોનું 16મુ શિખર સંમેલન રોમમાં નવા સંકલ્પો અને નિશ્ચયો સાથે સંપન્ન થયુ છે.ઇન્ડોનેશીયાની અધ્યક્ષતામાં 17મું સંમેલન આગામી વર્ષે બાલીમાં વર્ષ 2022માં યોજાશે.સંમેલનમાં કોવિડના પડકારોમાંથી બહાર આવવા સહયોગ બનાવવા અફઘાનીસ્તાનમાં માનવતા સંકટને જોતા મદદ કરવા નાણાકીય સુધારાઓ વધારવાની સાથે જળવાયુ પરિવર્તનના પડકારોને ધ્યાને રાખીને વિકસીત દેશો દ્વારા સંચાલીત જી-વાસ ઇંધણથી ચાલનારા ઉર્જા સ્ત્રોતોના નાણાકીય અનુદાનને રોકવા સમજુતી બની છે.દુનિયાની 60 ટકા વસ્તી G-20 દેશોમાં રહે છે. તેવામાં G-20 દેશોનું જળવાયુ પરિવર્તનમાં લઇને પ્રતિબધ્ધતા વ્યક્ત કરવાનું મહત્વનું માનવામાં આવે છે.
