અફઘાન તાલીબાને પાકિસ્તાનની એક મહ્ત્વની પોસ્ટ પર કબ્જો મેળવ્યો
Live TV
-
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની ઘર વાપસી પુરી થવાના આરે છે ત્યારે તાલીબાન અફઘાનિસ્તાન સેનાને હંફાવી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની ઘર વાપસી પુરી થવાના આરે છે ત્યારે તાલીબાન અફઘાનિસ્તાન સેનાને હંફાવી રહ્યું છે. તાલીબાને થોડા દિવસ પહેલાં દાવો કર્યો હતો કે તેમના સૈનિકોએ અફઘાનિસ્તાનના 85 ટકા વિસ્તારમાં કબ્જો મેળવી લીધો છે.
તાલીબાને હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતી એક મહ્ત્વની પોસ્ટ પર કબ્જો મેળવ્યો છે. તાલીબાનના કબ્જામા ગયેલી આ બોર્ડર પોસ્ટ વેપાર માટે મહત્વની ગણાય છે. આ ઘટના પછી પાકિસ્તાન પણ હરકતમાં આવ્યું છે અને પાકિસ્તાને પોતાની બોર્ડરના એક ભાગને સીલ કરવા માટે મજબુર બન્યુ છે. તાલીબાનના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, મુઝાહીદ્દીનને કાંધાર સીમા પર સ્થિત પોસ્ટ પર કબ્જો કર્યો છે. આ સાથે ત્યાં સ્થિત મહત્વનો રોડ માર્ગ પણ અફઘાન તાલીબાને કબ્જો મેળવ્યો છે. આ માર્ગ દ્વારા બન્ને દેશો વચ્ચે મોટાપાયે વ્યાપાર થતો હતો. અહી એક આંક્ડા મુજબ દરરોજ 900 ટ્રકો વેપાર સંદર્ભે પસાર થતી હોય છે.
