Skip to main content
Settings Settings for Dark

ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારી વધુ મજબુત કરવા સહમત થયા

Live TV

X
  • ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારી વધુ મજબુત કરવા સહમત થયા છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને તાજકિસ્તાનના વિદેશમંત્રી એસ.મુહરીદ્દીન વચ્ચે થયેલી વાતચીતમાં આ મુજબ સંમતિ થઇ હતી. આ સાથે એસ. જયશંકરે તઝાકિસ્તાનની મુલાકાત પૂર્ણ કરી છે. તેઓ ત્યાં SCO સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ-યીએ તઝાકિસ્તાનના દુશાનબે ખાતે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતેની વર્તમાન પરિસ્થિતિ અંગે ગઈકાલે ચર્ચા-વિચારણા કરી હતી. બંને આગેવાનોએ સરહદી વિવાદ અને સંલગ્ન મુદ્દાઓ તથા ભારત અને ચીનના સંબંધો અંગે પણ વિસ્તૃત મંત્રણા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply