વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે તજાકિસ્તાનમાં થયેલ SCOની ગૃપની બેઠકમાં ચીની વિદેશ મંત્રી સાથે બેઠક કરી
Live TV
-
વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનની વિદેશ મંત્રીઓની કાઉન્સિલ અને અફઘાનિસ્તાન પરના એસ.સી.ઓ સંપર્ક જૂથની બેઠકોમાં ભાગ લેવા તજાકિસ્તાનના પ્રવાસે છે.
વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનની વિદેશ મંત્રીઓની કાઉન્સિલ અને અફઘાનિસ્તાન પરના એસ.સી.ઓ સંપર્ક જૂથની બેઠકોમાં ભાગ લેવા તજાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેમણે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે બેઠક યોજી હતી. આ બેઠક તજાકિસ્તાનના દુશાંબે શહેરમા યોજાઈ હતી.
બેઠકમાં પશ્ચિમ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ અંગે ચાલી રહેલા વિવાદના સમાધાન પર વાત કરવામાં આવી હતી. આ સાથે બંને મંત્રીઓ સહમત થયા હતા કે આર્મી કમાન્ડરોની આગામી બેઠકમાં બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આ સાથે જ આ પ્રકારનુ સમાધાન પરસ્પર સંમતિ દ્વારા મળવું જોઈએ જે બંને પક્ષોને સ્વીકાર્ય છે. આ સાથે એ બાબતે પણ સહમતી થઈ હતી કે બંને પક્ષ તણાવ વધારતા કોઈપણ પ્રકારના એકપક્ષી પગલા લેશે નહીં.
