FM રેડિયો સ્ટેશન ધ વોઈસ ઓફ અમેરિકા પોતાની બાંગ્લા સેવા 17 જુલાઈથી બંધ કરશે
Live TV
-
છેલ્લા 63 વર્ષથી ધ વોઈસ ઓફ અમેરિકા (VOA) પોતાનું બાંગ્લા FM રેડિયો સ્ટેશન ચલાવે છે.
છેલ્લા 63 વર્ષથી ધ વોઈસ ઓફ અમેરિકા (VOA) પોતાનું બાંગ્લા FM રેડિયો સ્ટેશન ચલાવે છે. ધ વોઈસ ઓફ અમેરિકાની બાંગ્લા ભાષાની સેવા બાંગ્લાદેશ અને ભારતના બંગાળી ભાષા બોલતા રાજ્યો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને અસામના શ્રોતાઓ (ઓડિયન્સ)ને આવરી લે છે. આ FM રેડિયો સ્ટેશન હવે બંધ થઈ રહ્યુ છે ત્યારે ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સેવાઓ આપશે. ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં વોઈસ ઓફ અમેરિકા (બાંગ્લા)ના કુલ 16 મીલિયન દર્શકો જોડાયેલા છે.
ધ વોઈસ ઓફ અમેરિકા (VOA) દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે, છેલ્લા ઘણા સમયથી એફએમ રેડિયો સેવાના શ્રોતાઓ ઘટ્યા હતા અને તેની સામે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ વધ્યા હતા. ટ્વીટર પર ફોલોવર્સ સંખ્યા 54 ટકા જેટલી વધી છે અને ઈન્સ્ટાગ્રામ પર ધ વોઈસ ઓફ અમેરિકા (VOA) બાંગ્લાના વીડિયો વ્યુઝની સંખ્યામાં 274 ટકાનો વધારો નોંધાયો હતો.
ધ વોઈસ ઓફ અમેરિકા (VOA)ની શરુઆત ત્યારના પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશમાં વર્ષ 1958માં થઈ હતી. ત્યારે આ રેડિયો સ્ટેશન બાંગ્લા લોકો માટે સમાચાર અને માહિતીનો એકમાત્ર સ્ત્રોત હતો.
