Skip to main content
Settings Settings for Dark

અફઘાન ન્યુઝ એજન્સી અનુસાર ત્રણ જિલ્લા તાલીબાની કબજાથી મુકત

Live TV

X
  • તાલીબાન વિરોધી કમાન્ડર અબ્દુલ હમિદના વડપણ હેઠળ બગલાન પ્રાંતના ત્રણ જિલ્લા તાલીબાની કબજામાંથી છોડાવી લેવામાં આવ્યાં છે.

    અફઘાનિસ્તાનમાં તાલીબાની કબજા બાદ જનતાના વિરોધનો વ્યાપ વધી રહ્યો છે. અફઘાન ન્યુઝ એજન્સી અનુસાર ત્રણ જિલ્લાને તાલીબાની કબજાથી મુકત કરાવાયા છે. અહેવાલ અનુસાર તાલીબાન વિરોધી કમાન્ડર અબ્દુલ હમિદના વડપણ હેઠળ બગલાન પ્રાંતના ત્રણ જિલ્લા તાલીબાની કબજામાંથી છોડાવી લેવામાં આવ્યાં છે. અફઘાનિસ્તાનની સૌથી મોટી એજન્સી પઝવાક તરફથી જાહેર કરાયેલા વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે લોકો સ્થાનિક જિલ્લો મુકત કરાવ્યાં બાદ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ખુશીના નારા લગાવી રહ્યાં છે. બીજીબાજુ તાલીબાન દ્વારા દેશ ઉપર નિયંત્રણ મજબુત કરવાના પ્રયાસ વચ્ચે આતંક, અફરાતફરી, અને ભયનો માહોલ છે. દરમિયાન તાલીબાન દ્વારા હાલમાં અલ્પસંખ્યકોના નરસંહારનો અહેવાલ આવ્યાં બાદ લોકોમાં ભય વધી ગયો છે. એક આંતરરાષ્ટ્રીય માનવ અઘિકાર સંસ્થાએ વિગતો આપતાં કહ્યું કે તાલીબાન હજારા સમુદાય ઉપર અત્યાચાર કરી રહ્યા છે. તાલીબાન દ્વારા ગઝની પ્રાંત ઉપર કબજો કર્યાં બાદ ત્યાં એક ગામમાં નવ હજાર લોકોની હત્યાં કરવામાં આવી છે. અહેવાલ અનુસાર જુલાઇથી અત્યાર સુધીમાં તાલીબાનોએ હજારા સમુહદાયના જેટલા લોકોને માર્યા છે તે તેનો ખુબજ નાનો ભાગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply