Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ.જયશંકરની કતારના વિદેશમંત્રી સાથે મુલાકાત

Live TV

X
  • વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કતારના વિદેશમંત્રી શેખ મોહમદબિન અબ્દુલ રહેમાન અલથાની સાથે મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે વિચારોનું ઉપયોગી આદાન પ્રદાન થયુ હતું.

    વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે શુક્રવારે દોહામાં કતારના વિદેશમંત્રી શેખ મોહમદબિન અબ્દુલ રહેમાન અલથાની સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન ઉપર  વિચારોનું ઉપયોગી આદાન પ્રદાન થયુ હતું. અલથાની કતારના ઉપ-પ્રધાનમંત્રી પણ છે. એસ.જયશંકર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉચ્ચ સ્તરિય બેઠકોની અધ્યક્ષતા કરવા ન્યુયોર્કમાં હતાં. ઓગષ્ટમાં એસ.જયશંકરે સુરક્ષા પરિષદમાં ઉચ્ચસ્તરિય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. બુધવારે પ્રથમ કાર્યક્રમ રક્ષકોની સુરક્ષા ટેકનોલાજી અને શાંતિ રક્ષા ઉપર ખુલ્લી ચર્ચા કરી હતી. અને 19 ઓગષ્ટે બીજો કાર્યક્રમ આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર જોખમ ઉપર એક વિચાર મંથન હતો. આ બેઠક એવા સમયે થઇ જ્યારે તાલીબાનોએ રવિવારે અફઘાનીસ્તાન ઉપર કબજો કરી ખુદને કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર નિયંત્રણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply