અમદાવાદ એરપોર્ટ પરથી વિમાનો દ્વારા વિદેશમાં સામાન અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે
Live TV
-
ભારતીય વાયુ સેનાના વિમાનો દ્વારા અત્યારસુધી 1500 ટન કાર્ગો એક્સપોર્ટ કર્યો છે અને 300 ટન કાર્ગો ઈમ્પોર્ટ કર્યો
કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિમાં ભલે પેસેન્જર વિમાનો બંધ હોય પણ અમદાવાદ એરપોર્ટ પરથી ભારતીય વાયુ સેનાના વિમાનો દ્વારા સતત દેશના વિવિધ શહેરોમાં તેમજ વિદેશમાં જીવન જરૂરિયાતનો સામાન અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. જેમાં અત્યારસુધી 1500 ટન કાર્ગો એક્સપોર્ટ કર્યો છે અને 300 ટન કાર્ગો ઈમ્પોર્ટ કર્યો છે. આ સાથે તેમણે ભારતના અન્ય રાજ્યોમાં પણ ખુબ મોટો જથ્થો મોકલ્યો છે. તો અમદાવાદથી ગુજરાતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને વિશેષ રીલીફ ફ્લાઇટમાં તેમના દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં એરપોર્ટના ડીજીએમ ગૌરવ નથવાણીએ દુરદર્શન સાથે ખાસ વાત કરી હતી.
