Skip to main content
Settings Settings for Dark

અમેરિકાઃ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રદ્દ

Live TV

X
  • ડેમોક્રેટ સાંસદો વિરુદ્ધ ટિપ્પણી પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ અમેરિકાની પ્રતિનિધિ સભામાં લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ રદ્દ. ગૃહમાં 95ના મુકાબલે 322 મતોથી પ્રસ્તાવ કર્યો રદ્દ.

    અમેરિકી પ્રતિનિધિ સભાએ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ તત્કાલ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર વિચાર કરવા વિરુદ્ધ મતદાન કર્યું હતું. પ્રતિનિધિ સભાએ 95 વિરુદ્ધ 322 મતથી પ્રસ્તાવને નકારી દીધો હતો. 

    ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિ અલ ગ્રીન આ પ્રસ્તાવને ટ્રંપ દ્વારા હાલમાં વિપક્ષી મહિલા સાંસદો પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ લાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રતિનિધિ સભાએ આ પ્રસ્તાવને પાડી દીધો હતો. ગ્રીને આ પહેલા બે વાર મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતા. 

    બુધવારે પ્રથમવાર પ્રતિનિધિ સભાએ વર્ષની શરૂઆતમાં ડેમોક્રેટ સાંસદોને બહુમત મળ્યા બાદ પ્રથમવાર ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply