અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પ્રથમ વખત સંબોધન
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પ્રથમ વખત સંબોધન કર્યું. પોતાના ભાષણમાં બાઈડને અમેરિકાની કૂટનીતિના ભવિષ્યની તસ્વીર સ્પષ્ટ કરી દીધી.પોતાના સંબોધનમાં બાઈડને કહ્યું કે અમેરિકા હવે બીજા કોઈ દેશના ગૃહયુદ્ધનું કારણ નહીં બને.અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને કોરોના વાયરસ, આતંકવાદ, અફઘાનિસ્તાન અને ઈરાન પર પણ પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો.તેમણે કહ્યું કે આજે આપણે આતંકવાદના સંકટનો સામનો કરી રહ્યા છીએ, અમે અફઘાનિસ્તાનમાં 20 વર્ષનો સંઘર્ષ સમાપ્ત કરી દીધો છે અને જ્યારે અમે આ યુદ્ધને બંધ કરી રહ્યા છે તેની સાથે જ ડિપ્લોમેસીના દરવાજા ખુલી રહ્યા છે.
