અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકીન આજથી બે દિવસના ભારત પ્રવાસે
Live TV
-
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકીન આજથી ભારતના બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ભારત યાત્રા દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકીન દ્વિપક્ષીય સહયોગ તેમજ ક્ષેત્રિય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. અમેરિકી વિદેશ મંત્રી બન્યા બાદ બ્લિંકીન પ્રથમ વખત ભારતની યાત્રાએ આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે.
