અમેરિકા આ વર્ષના અંત સુધીમાં ઈરાકમાં પોતાના યુદ્ધ મિશનને સમાપ્ત કરી દેશે
Live TV
-
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદિનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા આ વર્ષના અંત સુધીમાં ઈરાકમાં પોતાના યુદ્ધ મિશનને સમાપ્ત કરી દેશે. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, અમેરિકી સેના ઈરાકના દળોને ISIS સામે પ્રશિક્ષણ અને સહાયતા આપવાનું શરૂ રાખશે. ઈરાકથી અમેરિકી સેનાની ભૂમિકાને સમાપ્ત કરવાની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે કે, જ્યારે ઈરાકમાં 10 ઓકટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના કેટલાક મહિના બાકી છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈરાકમાં લોક તંત્રને મજબૂત કરવા અંગે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઇરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદિનીએ અમેરિકની યાત્રાએ જતાં પૂર્વે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, સમય આવી ગયો છે કે, અમેરિકા તેનું લડાકુ મિશન ખત્મ કરે. ઈરાકમાં ગત વર્ષના અંતથી અમેરિકન સૈનિકોની સંખ્યા લગભગ અઢી હજાર છે.
