અમેરિકી વિદેશ મંત્રી 27 જુલાઇએ ભારતની મુલાકાતે આવશે
Live TV
-
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન 27 જુલાઇનાં રોજ ભારતની 2 દિવસીય મુલાકાતે આવશે. અમેરિકી વિદેશ મંત્રી તરીકે એન્ટની બ્લિન્કનની આ પ્રથમ ભારત યાત્રા રહેશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર અને NSA અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. એન્ટનીની ભારત મુલાકાત વખતે કોવિડ-19 નો સામનો કરવા નિરંતર સહયોગ, હિંદ - પ્રશાંત પ્રદેશના સુરક્ષા હીતો અને જળવાયુ સંકટ સહિત અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, એન્ટની બ્લિન્કનની ભારત મુલાકાત એ ભારત- અમેરિકા વચ્ચેના વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવા માટેની એક તક છે.
