અમેરિકામાં આંધ્રપ્રદેશના 24 વર્ષીય વિદ્યાર્થીની ગોળી મારી કરાઈ હત્યા
Live TV
-
અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા ગયેલા આંધ્રપ્રદેશના 24 વર્ષીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થી ફ્યુઅલ સ્ટેશન પર કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીને અમેરિકાના ઓહાયોના ફ્યુઅલ સ્ટેશન પર ગોળી વાગતાં ઈજા થઈ હતી. વધુમાં કહ્યું કે, ભારે મહેનત કરવા છતાં પીડિતને બચાવી શકાયો ન હતો અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારને જાણ કરવામાં આવી છે. કોલંબસ ડીવીઝન પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા શકમંદની તસવીર પણ શેર કરી છે. વિદ્યાર્થી અમેરિકામાં માસ્ટર કોર્સ કરી રહ્યો હતો અને H-1B વિઝા પર અમેરિકા ગયો હતો.
