Skip to main content
Settings Settings for Dark

રશિયાએ પ્રથમ વખત ભૂલથી પોતાના શહેર પર કર્યો બોમ્બમારો, બે મહિલા ઈજાગ્રસ્ત

Live TV

X
  • યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ ભૂલથી પોતાના જ શહેરમાં બોમ્બ ઝીંક્યા હતા. જેમાં બે મહિલાઓ ઘાયલ થઈ હતી, જયારે ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. બોમ્બ પડવાને કારણે શહેરની વચ્ચોવચ મોટો અને ઊંડો ખાડો પડી ગયો હતો. આ માહિતી રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી આપવામાં આવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન પહેલીવાર રશિયન સેના તરફથી આવી ભૂલ થઈ છે.

    રશિયાએ જણાવ્યું હતું કે, તેના એક ફાઇટર પ્લેને યુક્રેનની નજીક આવેલા તેના જ શહેર બેલગોરોડમાં ભૂલથી એક બોમ્બ ઝીંકી દીધો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સાથે અનેક કારોને પણ નુકસાન થયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply