Skip to main content
Settings Settings for Dark

સુદાનના અર્ધલશ્કરી જૂથ RSF એ રાજધાની ખાર્તુમમાં સેના સાથેની લડાઈ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી

Live TV

X
  • સુદાનના અર્ધલશ્કરી જૂથ RSF એ રાજધાની ખાર્તુમમાં સેના સાથેની લડાઈ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી

    સુદાનના અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સે ભારે લડાઈ વચ્ચે રાજધાની ખાર્તુમમાં સેના સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈદ-ઉલ-ફિત્રની રજા પર આજે સવારે સ્થાનિક સમય મુજબ 6 વાગ્યે 72 કલાકનો યુદ્ધવિરામ શરૂ થયો હતો. જોકે, સેના તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેઓ યુદ્ધવિરામનું પાલન કરશે કે નહીં. યુદ્ધવિરામના પ્રયાસો ઘણી વખત નિષ્ફળ રહ્યા છે.

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ન્યુયોર્કમાં યુએન સેક્રેટરી-જનરલ સાથે સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને લડતા પક્ષોને ઈદના અવસર પર ત્રણ દિવસીય યુદ્ધવિરામનું પાલન કરવા અને નાગરિકોને સુરક્ષીત રીતે પસાર થવા દેવાની વિનંતી કરી હતી. યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્થોની ગુટરેસ ઇદ-ઉલ-ફિત્રના અવસરે સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને તબીબી સારવાર લેવાની મંજૂરી આપવા માટે સુદાનમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે યુદ્ધવિરામની અપીલ કરી હતી.સુદાનના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાડા ત્રણસો લોકો માર્યા ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply