Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે યુએનના મહાસચિવ એન્થોની ગુટરેસ સાથે સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે શુક્રવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્થોની ગુટરેસ સાથે મુલાકાત કરી અને સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, રાજદ્વારી પ્રક્રિયાઓ દ્વારા યુદ્ધનો વિરામ પર લક્ષ્ય છે. આ દરમિયાન, યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્થોની ગુટરેસ ઇદ-ઉલ-ફિત્રના અવસરે સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને તબીબી સારવાર લેવાની મંજૂરી આપવા માટે સુદાનમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે યુદ્ધવિરામની અપીલ કરી હતી. સુદાનના શાસક લશ્કરી જુન્ટાના અગાઉના બે સાથી નેતાઓ વચ્ચે ગયા સપ્તાહના અંતે ફાટી નીકળેલા હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 330 થી વધુ લોકો માર્યા ગયા છે. સૈન્ય અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચેની સૌથી ભીષણ સંઘર્ષ ખાર્તુમ અને તેની આસપાસ થઈ રહ્યો છે. નવી નાગરિક સરકાર બનાવવાની આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થિત યોજના પર મતભેદને કારણે હિંસા શરૂ થઈ હતી.

    વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું કે, સુદાનમાં ઉપસ્થિત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર પૂરીરીતે પ્રતિબધ્ધ છે. આ માટે દિલ્હીમાં એક ટીમ સતત કામમા લાગી છે. વિદેશમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સુદાનમાં વસવાટ કરતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શાંતિ જાળવે અને કારણવગર પોતાના જીવને જોખમમા ન મુકે. વિદેશમંત્રીએ કહ્યું કે, સ્થિતિ થાળે પડવાની રાહ જોવી પડશે. વિદેશમંત્રી એસ.જયશંકરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્થોની ગુટરેસ સાથે મુલાકાત કરી હતી.. બન્ને નેતાઓએ સુદાન- જી 20 અધ્યક્ષતા અને યુક્રેનમાં વર્તમાન ઘટનાક્રમ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં સુડાન અંગે વિસ્તારથી વાતચીત કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત પારંપરિક રીતે યુધ્ધ વિરામની દિશામાં પ્રયાસો અંગે જોરશોરથી સમર્થન કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply