યમનમાં આજે જકાત વહેંચવાનાં કાર્યક્રમમાં થયેલી નાશભાગમા 78 લોકોના થયા મૃત્યુ
Live TV
-
યમનમાં રમઝાનના છેલ્લા દિવસે લોકોને આર્થિક મદદ રૂપે જકાત વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે દરમિયાન જકાત મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. આ ભીડને કાબુમાં લેવા માટે ત્યાંનાં સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો. જેના કારણે લોકોમાં અફરા-તફરી મચી જતાં ધક્કામુક્કીના કારણે 78 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ મુસ્લિમો માટે પવિત્ર એવો રમઝાન માસ ચાલી રહ્યો છે. યમનમાં એક પરંપરા અનુસાર રમઝાનમાં જકાત(આર્થિક મદદ) વહેંચવામાં આવે છે. ત્યારે આજે રમઝાનના છેલ્લા દિવસે યમનની રાજધાની સનામાં આવી જ રીતે જકાત વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની ભીડ ઉમટી આવી હતી. આ દરમિયાન લોકોની ભીડને નિયંત્રણમાં લેવા માટે હૂતી સેના દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
