અમેરિકામાં આજથી કોરોના સામે રસીકરણ અભિયાન શરુ, પ્રથમ તબક્કામાં 30 લાખ ડોઝ
Live TV
-
UK બાદ અમેરિકાએ પણ ફાઈઝરની કોરોના વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ હવે આજથી અમેરિકામાં કોરોના મહામારી વિરૂદ્ધ સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. અમેરિકામાં આજથી લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.

રસીકરણના પહેલા તબક્કાનું લક્ષ્ય મોટા પ્રમાણમાં આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકો અને સ્થાનિકો લોકોને રસી આપવાનુ છે. ગત અઠવાડિયામાં અમેરિકાની FDAએ ફાઈઝરની કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજુરી આપી હતી. કોરોના વેક્સિનના વિતરણની દેખરેખ કરી રહેલાં જનરલ ગુસ્તાવ પરનાએ જણાવ્યું હતું કે, વેક્સિનનાં ત્રીસ લાખ ડોઝની પહેલી ખેપ આ સપ્તાહના અંત સુધીમાં તમામ રાજ્યોમાં મોકલવામાં આવશે. અમેરિકાના મિશિગનમાં ફાઈઝર કંપનીના કર્મચારીઓએ કોરોનાના સૌથી મોટા રસીકરણ માટે વિતરણ યોજના હેઠળ રસીની પહેલી ખેપ રવાના કરી હતી. આ રસી દેશમાં મહામારીના પ્રકોપને નિયંત્રણમાં લાવવા માટે મહત્વપૂર્ણ છે.