અમેરિકામાં મૉર્ડનાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી
Live TV
-
અમેરિકાના FDAએ પ્રથમ રિપોર્ટમાં રસીને ગણાવી સુરક્ષિત અને પ્રભાવી.જર્મનીમાં સંક્રમણના વધતા કેસને લઈ આજથી લોકડાઉન લાગુ.તો ફ્રાંસમાં લગાવવામાં આવ્યો નાઈટ કર્ફ્યુ
અમેરીકામાં કોરોના સામેની લડાઇમાં ફાઇઝર કોલ્ડ-19 વેકસીનને મંજુરી મળ્યા બાદ મોર્ડના ની કોલ્ડ-19 વેકસીન ને મંજુરી મળનાર છે. અમેરીકાના દવા નિયામક ખાદ્ય અને ઔષધી પ્રશાસને પ્રારંભીક વિશ્લેષણ કરીને પોતાના અહેવાલમાં મોર્ડનાની વેકસીનને સુરક્ષીત અને પ્રભાવી ગણાવી છે. તેનાથી વેકસીનની તાત્કાલીક ઉપયોગ ને મંજુરી મળી શકે છે. દવા કંપની મોર્ડનાએ કોરોના વેકસીનને લઇને દસ્તાવેજ જાહેર કર્યા છે. જેમાં કંપનીને ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન વેકસીન 94.1 ટકા પ્રભાવી જોવા મળ્યું છે. કંપનીના નવા ડેટામાં આ વાતનો દાવો કરાયો છે કે કોરોના વાયરસ સામે આ વેકસીન સુરક્ષાત્મક છે. ફાન્સમાં કોરોના ના વધતા કેસમાં અંકુશ લગાવવા રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યું લગાવ્યો છે.આ ઉપરાંત નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભીડ એકત્રીત થવા ઉપર કડક પગલાઓ ભરવામાં આવશે. આ નવા દિશા નિર્દેશમાં રેસ્ટોરન્ટ, બાર 20 જાન્યુઆરી સુધી બંધ રહેશે. સાથે લોકોને ફેશમાસ્ક પહેરવુ ફરજિયાત છે. ફાન્સમાં કોરોનાના અત્યાર સુધીમાં 23 લાખ 91 હજાર થી વધુ લોકો સંક્રમીત છે. જ્યારે આ મહામારીથી 68 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કોરોના સામેની લડાઇમાં જર્મનીમાં આજથી લોકડાઉન લગાવવામાં આવશે. લોકડાઇન 10 જાન્યુઆરી સુધી રહેશે. જર્મની ચાન્સેલર એન્જેલા મર્કલે 16 રાજ્યોના પ્રમુખો સાથે વાત કરીને જાહેરાત કરી હતી કે 16 ડિસેમ્બરથી મોટાભાગની દુકાનો, સ્કુલો, બંધ કરવામાં આવશે . લોકડાઉન દરમિયાન હેરસલુનો પણ બંધ રહેશે. ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવાર આ વખતે પ્રતિબંધોમાં પસાર થશે. આ ઉપરાંત બે મીટરના અંતરનું કડક રીતે પાલન કરવામાં આવશે.
