Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં કેલિફોર્નિયાના એક બારમાં ગોળીબાર, 13 લોકોના મોત

Live TV

X
  • કેલિફોર્નિયાના એક પ્રખ્યાત બારમાં બુધવાર રાત્રે એક શંકાસ્પદે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો દીધો. સુરક્ષાદળોએ હુમલાખોરને ઠાર કરી દીધો છે. હુમલાખોર સહિત કુલ 13 લોકોના મોતની પુષ્ટી થઈ ચુકી છે.

    એમેરિકામાં સદર્ન કેલિફોર્નિયાના એક પ્રખ્યાત બારમાં બુધવાર રાત્રે એક શંકાસ્પદે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો દીધો. સુરક્ષાદળોએ હુમલાખોરને ઠાર કરી દીધો છે. હુમલાખોર સહિત કુલ 13 લોકોના મોતની પુષ્ટી થઈ ચુકી છે.કાઉન્ટીમાં શેરિફના એક કેપ્ટને આ જાણકારી આપી છે. વેંટુરા કાઉન્ટી શેરિફના ઓફિસ કેપ્ટન ગૈરો કુરેદજિયાને જણાવ્યું કે, આ ઘટનામાં શેરિફના એક ઉચ્ચ અધિકારીને ગોળી વાગી છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, તેમણે ઘાયલો મુદ્દે વિસ્તૃતથી જાણકારી નથી આપી. શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, થાઈઝંડ ઓક્સ બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રિલમાં ગોળી વાગવાની જાણકારી સૌથી પહેલા રાત્રે લગભગ 11 કલાકેને 20 મિનીટે મળી હતી. થાઈઝંડ ઓક્સ લોસ એન્જિલિસથી લગભગ 40 માઈલ દૂર પર સ્થિત છે. તેમણે કહ્યું કે, ઉચ્ચ અધિકારી જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો. અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા હતા.ઘટનાને નજરે જોનારા લોકોએ મીડિયાને જણાવ્યું કે, એક વ્યક્તિએ બંદૂકથી કેટલીએ વખત ગોળીઓ વરસાવી અને ધૂમાડાવાળા બોમ્બ ઉડાવ્યા બાદ તેણે ફરી ગોળીબારી કરી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply