ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ ત્રણ દેશોના પ્રવાસમાં ત્રીજા ચરણમાં મલાવી પહોંચ્યા
Live TV
-
ભારતીય સમુદાયના લોકોએ પોતાની મહેનત અને લગનથી અહીં પોતાનું સ્થાન જમાવ્યું છે : ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ ત્રણ દેશોના પ્રવાસમાં ત્રીજા ચરણમાં મલાવી પહોંચ્યા છે. જ્યાં તેમણે લીનોગ્વેમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ મલાવીના વિકાસમાં ભારતીય સમુદાયના લોકોના યોગદાનને વખાણ્યું હતું. તેમણે લોકોને ભારતીય પ્રવાસી દિવસ 2019માં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ જોઈને ખુશી થાય છે કે, ભારતીય સમુદાયના લોકોએ પોતાની મહેનત અને લગનથી અહીં પોતાનું સ્થાન જમાવ્યું છે
