શ્રીલંકાના રાષ્ટ્રપતિ સંસદનું સત્ર વહેલાસર બોલાવવા સહમત
Live TV
-
જોકે વિક્રમસિંઘેનું કહેવું છે કે, તેમની પાસે ગૃહમાં બહુમતી છે અને તેઓ હાલમાં પણ પ્રધાનમંત્રી છે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના સંસદનું સત્ર વહેલાસર બોલાવવા સહમત થયા છે. સંસદના અધ્યક્ષ કારૂ જયસૂર્યા સાથે ગઈકાલે થયેલ મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે. આ અગાઉ રાષ્ટ્રપતિએ રાનેલ વિક્રમસિંઘેના સ્થાન ઉપર મહેન્દ્ર રાજપક્ષેને પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા બાદ સંસદનું 16 નવેમ્બર સુધી સત્રાવસાન કર્યું હતું. જોકે વિક્રમસિંઘેનું કહેવું છે કે, તેમની પાસે ગૃહમાં બહુમતી છે અને તેઓ હાલમાં પણ પ્રધાનમંત્રી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર યુરોપિય સંઘ બ્રિટન, કેનેડા, જર્મનીના રાજદૂતોએ ગઈકાલે સંસદના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. અને શ્રીલંકાની અનઅપેક્ષિત રાજનીતિ ઘટનાક્રમ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી.
