અમેરિકામાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થવાની થઈ પુષ્ટી
Live TV
-
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસના કારણે પહેલું મૃત્યુ થવાની પુષ્ટી થઈ છે. કોરોનાના ભયને જોતાં અમેરિકાએ આસિયાન દેશોનાં શિખર સમ્મેલનને સ્થગિત કરી દીધું છે. શિખર સંમેલન માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં લોસ વેગાસમાં આયોજીત થવાનું હતું. આ તરફ ભારતમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યોને તમામ પર્યાપ્ત વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. શનિવારે વુહાનથી લાવવામાં આવેલા 112 લોકોના કોરોના વાયરસનો તપાસ રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે. વુહાનથી ભારત લાવવામાં આવેલા 112 લોકોમાંથી 76 ભારતીય અને 36 વિદેશી નાગરિક છે. જેમાં 8 બાળકો અને પાંચ પરિવાર પણ સામેલ છે. વિદેશી નાગરિકોનાં દળમાં ચીનથી 6, બાંગ્લાદેશથી 23, મ્યાનમાર અને માલદિવના 2-2 નાગરિકો ભારત લાવવામાં આવેલા છે. આ તમામ નાગરિકોને હાલ જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ તમામ 112 લોકોને દિલ્હીના આઈટીબીપી શિબિરમાં રાખવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સ તેમના ટેસ્ટ કરી રહ્યાં છે. તેમને 14 દિવસ સુધી અહીં રાખવામાં આવશે.
