અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ પર થયા હસ્તાક્ષર, ભારત બન્યું સાક્ષી
Live TV
-
અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ પર થયા હસ્તાક્ષર. આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાનના ચમરપંથી વિસ્તારોમાંથી અમેરિકી સૈનિક ફરશે પરત. ભારત બન્યું આ સમજૂતિનું સાક્ષી.
યુએસના રાજદૂત ઝલ્મય ખલીલજાદ અને તાલિબાનના ઉપ-નેતા મુલ્લા અબ્દુલ ગની બારાદારે કતારના દોહામાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે યુએસના વિદેશ સચિવ માઇક પોમ્નપિયો પણ હાજર હતા. બંને પક્ષે અફઘાનિસ્તાનથી યુએસ સૈનિકોની પાછી ખેંચવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કતારે આ કરારની મધ્યસ્થી કરી, જ્યારે ભારત આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો.
આ પ્રસંગે, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્નપિયોએ કહ્યું, "અફઘાનિસ્તાન સાથેનો આ કરાર ત્યારે જ પ્રાપ્ત થયો હતો જ્યારે તાલિબાનોએ શાંતિનો પ્રયાસ કર્યો હતો અને અલ કાયદા સાથેના તેમના સંબંધોને સમાપ્ત કર્યા હતા." આ કરાર આ પ્રયત્નોની સાચી કસોટી છે.
