અમેરિકામાં ગોપનીય સંરક્ષણ અને ગુપ્ત દસ્તાવેજો લીક કરવા મામલે આરોપીને થઈ શકે છે 15 વર્ષની જેલની સજા
Live TV
-
અમેરિકામાં ગોપનીય રક્ષા અને ગુપ્ત દસ્તાવેજો લીક કરવા મામલે એક એરમેન પર બોસ્ટનની કોર્ટે સુનાવણી કરી હતી. જેમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. જેને લઈને જેક ટિક્સીરાને 15 વર્ષની જેલ થઈ શકે છે. જેક પર આ ગોપનીય દસ્તાવેજને ગેરકાયદેસર રીતે હટાવવા તેમજ પોતાની પાસે રાખવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેકને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા ગુરુવારે મેસેચ્યુસેટ્સમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જેક મેસેચ્યુસેટ્સ નેશનલ ગાર્ડના ઈન્ટેલિજન્સ વિભાગમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિષ્ણાત તરીકે કામ કરતો હતો. જેક પર જે દસ્તાવેજ લીક કરવાનો આરોપ છે તેમાં યુક્રેન યુદ્ધના યુએસ મૂલ્યાંકનો અને યુએસ સહયોગીઓ પરની સંવેદનશીલ માહિતીનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે FBIએ ગુપ્ત દસ્તાવેજ લીક કેસમાં 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે રાષ્ટ્રીય સંરક્ષણ માહિતીની ઓનલાઈન લીક તપાસના સંબંધમાં FBIએ ગુરુવારે એટલે કે 13 એપ્રિલના રોજ US એયર નેશનલ ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. US એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે જણાવ્યું હતું કે FBI દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી તેનું નામ જેક ટિકસીરા છે. મહત્વનું છે કે, લીક થયેલી કેટલીક અત્યંત સંવેદનશીલ વિગતો કથિત રીતે યુક્રેનની લશ્કરી ક્ષમતાઓ અને ખામીઓ અને યુ.એસ. વિશેની માહિતી સાથે સંબંધિત છે.
